[ad_1]
India vs Sri Lanka 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સીરીઝની બીજી ટી20 રમાવવાની હતી પરંતુ ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળ્યો હોવાથી મેચને સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે આજે મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ ટી20 મેચ જીતીને ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવવા જઇ રહેલી આજની મેચ શ્રીલંકા માટે કાંટાની ટક્કર બની રહેશે, કેમકે શ્રીલંકા આજની મેચ જીતીને સીરીઝમાં વાપસી કરવાની કોશિશ કરશે, જ્યારે બીજી બાજુ કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડની આગેવાની ભારતીય ટીમ આજે જીત મેળવીને સીરીઝ પર કબજો જમવવાનો પ્રયાસ કરશે. જાણો આજની મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ….. ક્યારે શરૂ થશે મેચ-ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ 28 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ ટી20ની જેમ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. (મંગળવારે બીજી ટી20 કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળતા સ્થગિત કરાઇ હતી, જેને આજે 28મી રમાડાશે.) મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.કૃણાલ પંડ્યાના પૉઝિટીવ આવ્યા બાદ મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ આઇલેશનમાં છે. ટીમના એવા આઠ ખેલાડી છે જે કૃણાલ પંડ્યાના સીધા કૉન્ટેક્ટમાં હતા અને આ તમામને મેનેજમેન્ટે આઇસૉલેશનમાં મોકલી દીધા છે. હવે રિપોર્ટ છે કે આમાં કેપ્ટન શિખર ધવનનુ નામ પણ સામેલ છે. સ્પોર્ટ્સ તકના કહેવા પ્રમાણે, કૃણાલ પંડ્યાના સંપર્કમાં કેપ્ટન શિખર ધવન પણ આવ્યો હતો, અને અન્યની જેમ તે પણ આજની મેચમાંથી બહાર થઇ શકે છે. કૃણાલ પંડ્યાની ક્લૉઝ કૉનન્ટેક્ટ કેટેગરીમાં શિખર ધવનનુ નામ આવતા જ હવે નવી પ્લેઇંગ ઇલેવન અને કેપ્ટન સાથે ટીમ ઇન્ડિયાને મેદાનમાં ઉતરવુ પડી શકે છે.
[ad_2]
Source link