Samay Sandesh News
સ્પોર્ટ્સ

India Vs Sri Lanka 3rd T20I: When And Where To Watch, Know In Details

[ad_1]

India vs Sri Lanka 3rd T20:  ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ છે.  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયા સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ગઇકાલે રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી છે. બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં અત્યારે 1-1ની બરાબરી પર છે, જેથી આજની અંતિમ અને ત્રીજી ટી20 ફાઇનલ બની રહેશે. ભારતીય ટીમ સાથે જોડાયા આ પાંચ ખેલાડીઓશ્રીલંકા પ્રવાસ પર જે પાંચ ખેલાડીઓ નેટ બોલિંગ અને સ્ટેંડબાય તરીકે ટીમ સાથે ગયા હતા. હવે તેમને રેગ્યુલર સદસ્ય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ઈશા પોરેલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરજીત સિંહનું નામ સામેલ છે.બીજી ટી20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર રમીને 5 વિકેટના નુકશાને 132 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે આ લક્ષ્યને 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા પોતાના સ્ટાર ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી હતી, બીજી ટી20 પહેલા ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તમામ આઠ ખેલાડીઓને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા, આ ખેલાડીઓમાં કૃણાલ પંડ્યા, પૃથ્વી શૉ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યુજવેનદ્ર ચહલ સામેલ હતા. આજની મેચમાં બન્ને ટીમો જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આ અગાઉ વનડે સીરીઝમાં ભારતીય ટીમ કબજો જમાવી ચૂકી છે. ખાસ વાત છે કે આજની મેચમાં ફરી એકવાર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી કેપ્ટન અને કૉચ માટે પડકાર સાબિત થશે. આજની મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ…..ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝની ત્રીજી અને ફાઇનલ ટી20 મેચ 29 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ બે ટી20ની જેમ જ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.  મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.ભારતીય ટી20 ટીમશિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરનજીત સિંહ. શ્રીલંકન ટીમ- દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના.  

[ad_2]

Source link

Related posts

Virender Sehwag And Aashish Nehra Jointly Selected His India Final Xi For T20 World Cup 2021

cradmin

Tokyo Olympic Medal Tally India Standing Today 01 08 21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing 

cradmin

Tokyo Olympics 2020 Women Hockey India Win 4 3 South Africa May Qualify Quarter Final

cradmin

Leave a Comment

error: Content is protected !!