Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝનર્મદા (રાજપીપલા)શહેર

નર્મદા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ

નર્મદા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ: સમગ્ર રાજ્યમાં માત્ર નર્મદા જિલ્લામાં ૧૦૮ સેવા તમામ મહિલાઓ નર્મદા જિલ્લામાં મહિલાઓ ની વાત મહિલા સુધી, જિલ્લા કલેક્ટર થી લઇ ૧૦૮ સેવા માં તમામ એમ્બ્યુલન્સ માં મહિલાં કર્મચારીઓ કાર્યરત.

નર્મદા જિલ્લામાં માતા મુત્યુદર અને બાળ મુત્યુદર ઘટાડવા આ મહિલાઓ નું સિંહફાળો

જિલ્લા ના સિંહાસન થી લઇ છેવાડા ના આંતરિયાળ ગામડાઓમાં મહિલા ની તકલીફે માટે એક કોલ પર મહિલાઓ ખડેપગે.

સમગ્ર વિશ્વમાં આ દિનની વિવિધ રીતે ઉજવણી કરી મહિલાઓને પ્રેરક અને પ્રોત્સાહન મળે તેવાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવતાં હોય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

નર્મદા જિલ્લામાં પણ આવી જ નવી વાત સામે આવી જિલ્લા કલેકટર શ્વેતા ટીઓટીયા જેવો જિલ્લા ના સિંહાસન ઉપરથી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હોય છે એ રીતે જિલ્લાના છેવાડા ના આંતરિયાળ ગામડાઓમાં મહિલા ની તકલીફે માટે એક કોલ પર ૧૦૮ મહિલાઓ ખડેપગે સેવા આપે છે. રાજ્ય માં એક માત્ર જિલ્લો છે જેના મહિલા કોલક્ટર થી લઇ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સુધી મહિલા કર્મચારીઓ સફળપૂર્વક નાગરિકો ને સેવા આપે છે સાથે મહીલાઓ માટે એક મિશાલ કાયમ કરે છે.

નર્મદા જિલ્લા કૂદરતી વિભિન્ન પડકારો વાળો છે જેમાં જંગલો, આંતરિયાળ ગામડાઓમાં, વિભાજિત જનજીવન, આદિવાસી વિસ્તારો સાથે જંગલો વચ્ચે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે સાથે પૂરની પરિસ્થિતિ નું સામનો કરતો હોય છે એવામાં મહિલાઓ ને પડતી સમસ્યાઓ દૂર કરવામાં મહિલા અધિકારીઓ થી લઇ કર્મચારીઓ સતત તત્પર અને કટિબદ્ધ રહતી હોય છે, જિલ્લા માં માતા મુત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો એમનાં માટે આ મહિલાઓ સિંહફાળો રહ્યો છે સાથે પ્રથમ કોલ પર આંતરિયાળ ગામડાઓમાં વિભાજિત જનજીવન ને પ્રતિસાદ આપતી અને આકસ્મિક સંજોગોમાં મહિલાઓ ને ૧૦૮ સેવાનું અગ્રસર રહતી હોય છે, એટલે જ તો રાજ્ય સરકાર દ્વારા ચાલતી ૧૦૮ સેવા સમાજમાં વ્યાપક સ્વીકૃતિ પામી છે

આજે નારી ધરા થી ગગન સુધીના પુરૂષ આધિપત્યવાળા ક્ષેત્રોમાં પણ પગરણ કરી ચૂકી છે. ત્યારે મહિલાઓની સેવામાં રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી બજેટથી માંડીને નારી અદાલતની સ્થાપના કરવાં જેવાં પગલાઓ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય તે દિશાના પગલાં ઉઠાવ્યાં છે.

ભારતીય શાસ્ત્રોમાં પણ ‘નારીનો વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે’, ‘નારી તું નારાયણી’, ‘નારી તું ના હારી’ તેવાં કથનો દ્વારા મહિલામંડન કરી નારી શક્તિનો પરિચય આપવામાં આવેલો જ છે.

નર્મદા જિલ્લા માં વર્ષઃ૨૦૦૮ થી આજે દીવસ સુધી ૧૦૮ સેવા મહિલા સગર્ભા અવસ્થામાં આશીર્વાદરૂપી નીવડી છે અને અનેક વાર ૧૦૮ સેવા દ્વાર એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરાવી હોવાં સાંભળ્યું છે, આ રીતે મહીલાઓ માટે અસરકારક સાબિત થાય છે સાથે તેની ખ્યાતી અને સફળતાં દર્શાવે છે.

આ રીતે જિલ્લા ના મહિલા વડા થી લઇ મહિલા કર્મચારીઓ નું શ્રેષ્ઠ કાર્યને યોજનાબદ્ધ થકી નાગરિકો ની સેવાઓ આપવા તત્પર અને કટિબદ્ધ રહે છે અને આગવી અલૌકિક રીતે સમાજમાં ઉદાહરણ ઊભું કરવામાં આવ્યું છે સાથે પુરુષ સમોવડી મહિલા વાક્ય ને સાર્થક કર્યું છે.

આ રીતે ભારતભરમાં નર્મદા જિલ્લાના મહિલા શક્તિ થકી સિંહાસન થી લઇ છેવાડા ના વિસ્તારો નાગરિકો સેવા પૂરી પાડતી મહિલા કર્મચારીઓ સસ્તિકરણ ની મિશાલ કાયમ કરે છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ભારતીય સેનાના વીર બલિદાનીઓના ફળિયાની માટી એકત્રિત કરી કળશનુ સમુહ પુજન કરાશે

samaysandeshnews

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

samaysandeshnews

રાજકોટ : શહેર તકેદારી સમિતિની બેઠક પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના અધ્યક્ષ સ્થાને યોજાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!