Samay Sandesh News
ક્રાઇમ

Jamnagar : A 35 Year Old Pregnant Girl Murder, Police Found Dead Body

[ad_1]

જામનગરઃ દરેડ ગામ નજીક ગર્ભવતી યુવતીની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક 35 વર્ષીય યુવતી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ક્યાં કારણોસર હત્યા નીપજાવાઈ તે જાણવા મળ્યું નથી. 

ઔદ્યોગિક વિસ્તાર દરેડમાં રવિવારે સાંજે ગર્ભવતી નેપાળી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી છે. યુવતીના બંને હાથ અને માથામાં ઇજાના નિશાન છે. હત્યા કોણે અને કેમ કરી તે અંગે પોલીસને હજુ સુધી કોઇ કડી મળી નથી.

બંધ કારખાનામાં પોતાના પતિ સાથે રહેતી ભૂમિસિંહ બુધવલ(ઉ.વ.35) નામની ગર્ભવતી યુવતીનો પતિ રવિવારે બપોરે કારખાનેથી પરત આવતા ઘરમાં પત્નીની લોહીથી લથપથ લાશ પડેલી જોવા મળતા હેબતાઇ ગયો હતો. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

યુવતીના બંને હાથમાં છરી જેવા હથિયાર વડે કાપાના નિશાન અને માથું દિવાલમાં અથડાવી ઇજા પહોંચાડ્યાના નિશાન મળી આવ્યા છે. પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં એક શકમંદ જોવા મળ્યો છે. પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. 

Ahmedabad: યુપીના યુવકને ગુજરાતી યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીને બીજા યુવક સાથે પણ સંબંધ હોવાની…………..

અમદાવાદઃ અમદાવાદના ખોખરામાં છેલ્લાં 15 વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા યુવક-યુવતી વચ્ચે યુવતીને બીજા યુવક સાથે પણ શરીર સંબંધ હોવાના મુદ્દે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. પ્રેમીએ  અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પર  પાણીની ટાંકીમાં પ્રેમીની લાથ સંતાડી દીધી હતી.  આ કેસમાં પોલીસે ઇમરાન નામના શખ્સની ધરપકડ કરી છે.  પોલીસ તપાસમાં યુવક અને યુવતી વચ્ચે પંદર વર્ષથી  સબંધ હોવાનો પણ યુવતીને બીજી વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની શંકા આધારે યુવકે છરીના ઘા મારીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, 6 જુલાઈના રોજ  ખોખરા સર્કલ પાસે અનુપમ સિનેમા સામે  આવેલા મોહન એસ્ટેટના  ત્રીજા માળના ધાબા પરથી  પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી અજાણી  30  વર્ષની   યુવતીની લાશ હતી.  ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર નિખિલ બ્રહ્મભટ્ટે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરીને રખિયાલ વિસ્તારમાં હસન શહીદ દરગાહ પાસે ગલીમાં ચાની કીટલી પાસેથી ખોખરામાં અનુપમ સિનેમા સામે મોહન એસ્ટેટમાં રહેતા  અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા  ઇમફાનખાન રહીમમુલ્લા હસમુલ્લાખઆન (ઉ.વ.36)ની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં આ લાશ અમરાઇવાડી  વિસ્તારમાં ભીલવાડા પાસે શીતલનગર ગલી નંબર-6માં રહેતી રેખાબહેન જાદવની હોવાનું બહાર આવ્યું હતું. રેખાબેન જાદવ સાથે આરોપીને પંદર વર્ષથી પ્રેમ સબંધ હતો, યુવકે  2019માં પ્રેમિકાને બે લાખ રૃપિયા આપ્યા હતા પણ આ રૂપિયા યુવતીએ વાપરી કાઢ્યા હતા. તેના કારણે બંને વચ્ચે ઝગડા થતા હતા.

દરમિયાનમાં રેખાને બીજા યુવક સાથે સબંધ હોવાની શંકા આધારે ઈમરાને રેખાને ખોખરા મોહન એસ્ટેટ ખાતે બોલાવી હતી અને ઠપકો આપતાં તકરાર થઇ હતી. ઈણરાને ગુસ્સામાં રેખાનું ગળુ દબાવીને નીચે પાડી દીધી હતી અને માથામાં  ઇજા પહોચાડીને   છરીથી પેટ પર ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એ પછી તેમણે  લાશને  પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાં સંતાડી દીધી હતી  અને યુવતીના બે મોબાઇલ લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ફાયર બ્રિગેડની મદદથી પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને ખૂનનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાંચે મૃતક યુવતીના બે મોબાઇલ સહિત આરોપી પાસેથી રૂપિયા 2500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Related posts

Hit and Run: થરાદમાં ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે માતાનું ઘટના સ્થળે મોત તથા પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.

samaysandeshnews

જેતપુરનામાં પૌત્રને મોડી રાત સુધી ટીવી જોવાની ના પાડતાં પુત્રએ ઉપરાણુ લઇ ધોકાવાળી કરી

samaysandeshnews

Crime: આફતાબે 18 મેના રોજ પોતાના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરતી વખતે માદક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોવાની કબૂલાત કરી.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!