Samay Sandesh News
General Newsindiaક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગર સિક્કા સી.એચ.સી. હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સની બેદરકારીના કારણે વધુ એક 27 વર્ષની યુવતી નું મૃત્યુ

જામનગર: જામનગર સિક્કા સી.એચ.સી. હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સની બેદરકારીના કારણે વધુ એક 27 વર્ષની યુવતી નું મૃત્યુ: સિક્કા મુકામે આવેલ સી.એચ.સી. હોસ્પિટલમાં અવારને અવાર ડોક્ટરો તેમજ નર્સની બેદરકારીઓ ના કારણે સિક્કા તેમજ આજુબાજુના લોકોના મૃત્યુ થતા હોય છે.
જેમની જાણ અવારને અવાર ઉચ્ચ અધિકારીઓ પદ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને કરવામાં આવ્યા છતાં બધા કર્મચારીઓ આંખ આડા કાન કરી બેઠા હોય છે જેનું પરિણામ સિક્કા ગામના લોકો તેમજ આજુબાજુના લોકોને ભોગવવું પડે છે..
   પ્રાપ્ત વિગત મુજબ સિક્કા ગામના નાગાણી વિસ્તારમાં રહેતા ફરજાનાબેન મામદભાઈ દલ  ઊ.વર્ષ.27 જેઓ રાત્રિના સમયે
ધાર્મિક પ્રોગ્રામ (કથા) સાંભળવા બેઠા હોય ત્યારે અચાનક તેમના શરીરના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેમને તાત્કાલિક સિક્કા સી.એચ.સી. હોસ્પિટલે સારવાર અર્થે લઈ ગયેલ ત્યાં ડોક્ટર તેમજ નર્સ દ્વારા પૂરી સારવાર ન મળતા  ઘરના લોકોએ દર્દીને હાઈ સેન્ટર રિફર કરવાનું આગ્રહ કરતાં ડોક્ટરે 108 ને કોલ કરતા જવાબમાં 40 મિનિટ જેવું સમય લાગશે તેમ કહેતા ડોક્ટરે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

દર્દીના સગાઓને પ્રાઇવેટ વાહન ની વ્યવસ્થા કરી લ્યો તેમ કહેતા દર્દી નાં સંબંધીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભી
એમ્બ્યુલન્સ જે 77 ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ગ્રાન્ટમાંથી આપેલ હોય તે
એમ્બ્યુલન્સની માંગણી કરતા હોસ્પિટલ ના સ્ટાફ એ ઘસીને ના પાડી દીધેલ હોય અને કહેલ કે આ એમ્બ્યુલન્સ રાત્રિના સમયે
કોઈને આપવામાં આવતી નથી દર્દીને રાત્રે 11:45 વાગ્યે હોસ્પિટલ લઈ આવેલ અને 01:05એ દર્દીનું મૃત્યુ થયેલ..
  દર્દી એક કલાક અને 20 મિનિટ સુધી તળ ફળતો હોય ત્યાં સુધી કોઈ એમ્બુલન્સ કે 108 ની સુવિધા ન મળતા આખરે દર્દીનું મૃત્યુ નિપજયું.
   દર્દીનું મૃત્યુ થતાં લોકોના ટોળા ભેગા થયા અને ડોક્ટર તેમજ નર્સ ની બેદરકારીઓ ના કારણે મૃત્યુ થયાના આક્ષેપો કરવા લાગ્યા જેથી ત્યાંના ઓન ડ્યુટી નર્સ પારુલ બેન તેમજ ડોક્ટર કેલ્વિન જાવ્યા એ લોકોથી ગભરાઈને પોતાના રજીસ્ટરમાં દર્દીને
આવવાની એન્ટ્રી નો સમય ખોટું લખી પોતાનું બચાવ કરવા લાગ્યા રજીસ્ટરમાં એન્ટ્રી નો સમય 12: 25.મિનિટનું નાખેલ જ્યારે ડોક્ટરના ફોન કોલ નું સમય 12:22. હતું જયારે 108 ને ફોન કર્યો તો દર્દીને લાવ્યા પહેલા ડોક્ટરે 108 ને ફોન કરેલ હતું? તે પણ
એક સવાલ ઊભો થાય છે બીજું કે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સ ઉભી હોવા છતાં કેમ એમ્બ્યુલન્સ દર્દીને આપવામાં ન આવી? શું એ એમ્બુલન્સ માત્ર શોભાના ગાંઠીયા માટે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવી છે? તેવા પણ લોક મુખે સવાલો ઊભા થયા હતા..
  ઉલ્લેખનીય છે કે સિક્કા તેમજ આજુબાજુના લોકોનું કેવું છે કે ક્યાં સુધી આ ડોક્ટરોની બેદરકારીઓના ભોગ ભોળી ભાળી
જનતાને ભોગવવું પડશે શું કોઈ અધિકારી કે કોઈ રાજકીય નેતા સ્થળ તપાશે આવશે કે શું? હોસ્પિટલ સ્ટાફ સામે કાયદાકીય
કાર્યવાહી થશે કે પછી વધુ કોઈ નિર્દોષના મૃત્યુની રાહ જોશે તેવી પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે.

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં મહોરમના તહેવારની ઉજવણી દરમિયાન અજાણ્યા લોકોની ટોળીએ પોલીસ પર કર્યો હુમલો

samaysandeshnews

ધોરાજીના ખેડૂતે તેમના તૈયાર પાક માં ખેડૂત એ પશુ ચરવા મૂકી દીધા .

samaysandeshnews

મારા પતી ને પાકીસ્તાન ની કેદમાંથી આઝાદી અપાવો……માછીમાર ની પત્ની નો પોકાર

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!