Jamnagar: ડી.કે.વી. સાયન્સ કોલેજ જામનગર ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું: જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડી.કે.વી. સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા.૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ સેમિનારમાં ૧૨૮ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં ઉપસ્થિત વિધાર્થીઓનું અનુબંધમ પોર્ટલ એપ્લિકેશન દ્વારા ઓન ઘી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ રોજગારલક્ષી સેમિનારમાં શ્રી ડો. દિવ્યેશભાઈ ગોસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. રોજગાર ક્ચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી અંકિતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક ડિગ્રી માટે વિવિધ તકો વિષે
Read More:- જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા
ઉપસ્થિત સર્વેને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમમાં રોજગાર કચેરી, જામનગર દ્વારા ચાલતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી ડો. નિર્મલસિંહ ઈશરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનાર સત્રમાં શ્રી ડી.કે.વી. સાયન્સ કોલેજના શ્રી ડો. જીગ્નેશભાઈ એચ. પંડ્યા, શ્રી ડો. ચંદનીબેન કે. ગોસ્વામી અને શ્રી ડો. એસ.એ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા, તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર) કુ. સરોજબેન સાંડપા, જામનગરની યાદીમા જણાવવામાં આવ્યું છે..