Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Jamnagar: કલેકટર કચેરી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીની ઉજવણીના ભાગરૂપે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવ્યા

Jamnagar: કલેકટર કચેરી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીની ઉજવણીના ભાગરૂપે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવ્યા: અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર સહિતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે શપથ લીધા.

તા.31 ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ”લેવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે રોજ કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ લીધા હતા.

Related posts

Election: મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

samaysandeshnews

જૂનાગઢ શહેરની સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર ઉગ્યું ભાજપનું કમળ

samaysandeshnews

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ડો. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને નારીશક્તિ સંમેલન યોજાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!