Jamnagar : જામનગર જીલ્લાના જોડિયા તાલુકા માં બન્યો. આજના યુવાનો માટે ચેતવા જેવો આ કિસ્સો: આજના સમયમાં દરેક હાથમાં સ્માર્ટફોન છે, અને તેમાં પણ ખાસ કરીને યુવાઓને કોઈ સુંદર સ્થળોએ પહોચે એટલે સેલ્ફી લેવાનું એક ઘેલું લાગ્યું છે, સેલ્ફી લેવા સામે કોઈ સવાલ નથી પણ કેટલીય વખત કેટલાય કિસ્સાઓ એવા સામે આવ્યા છે,
તમારી આસપાસ ના દરેક પ્રકારના સમાચાર મેળવવા માટે આજેજ અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવો-
ક્લિક કરો
જેમાં સેલ્ફી લેતા દુર્ઘટના બની હોય અને યુવાઓના જીવ ગયા હોય આવી જ વધુ એક ઘટના જામનગર જીલ્લાના જોડિયા તાલુકા પોલીસ મથકે થી સામે આવી છે જેની વિગતો એવી છે કે…મોરબી જીલ્લાના ફાડસર ગામે વસવાટ કરતા ધર્મ ઉર્ફે કાનો રમેશભાઈ પરમાર નામનો 20 વર્ષીય યુવક તારાણા નજીક આવેલ આજી 4 ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે તેનો પગ અકસ્માતે બેલેન્સ ગુમાવતા યુવક ડેમના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને તેનો મોત નિપજ્યુ.