Samay Sandesh News
General Newsગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

JAMNAGAR: જામનગરના 484 માં સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા શહેરની જુદી -જુદી પ્રતિમાઓને ફુલહાર વિધિ નો કાર્યક્રમ યોજાયો

JAMNAGAR: જામનગરના 484 માં સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા શહેરની જુદી -જુદી પ્રતિમાઓને ફુલહાર વિધિ નો કાર્યક્રમ યોજાયો: જામનગરના 484 માં સ્થાપના દિન નિમિત્તે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્ય દ્વારા દરબાર ગઢ  સ્થિત ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-    ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-    ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ    કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-    યુ ટ્યુબ

સમાચારો આપના વોટ્માસેપ માં જોવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ :-    ક્લિક કરો

જામનગરમાં દરબારગઢ ખાતે આવેલ ખાંભીનું પૂજન શહેર મેયર બીનાબેન કોઠારી ની અધ્યક્ષતામાં મનપાના પદાધિકારીઓ  , અધિકારીઓ અને ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
નગરની સ્થાપના સમયે 484 વર્ષ પહેલાં શ્રાવણ મહિનાની સાતમ ના દીને જામરાજવી શ્રી જામરાવળ દ્વારા જામનગર માં
દરબારગઢ ખાતે ખાંભી નુ સ્થાપનકરવામાં આવ્યુ હતુ,
આ ખાંભીનું પ્રતિવર્ષ જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂજન વિધિ કરવામાં આવે છે,  આજે પણ આ ખાંભીનું શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવામાં આવી હતી,
ખાંભીપૂજન બાદ શહેરમાં આવેલી જુદી -જુદી પ્રતિમા ને ફુલ- હાર પણ અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન
માડમ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત રહ્યા ન હોય તેઓએ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો, તેમજ ધારાસભ્ય શ્રી
દિવ્યેશભાઈ અકબરી પણ અન્ય કાર્યોની વ્યસ્તતાના લીધે ઉપસ્થિત રહી શક્યા ના હોય તેમણે પણ નગરના ખાંભી  પૂજન વિધિ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર શ્રી બીનાબેન કોઠારી , ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,
ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા,  કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબ,  સાંસ્કૃતિક
સમિતિના ચેર પર્સન શ્રી હર્ષાબા પી.  જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા
મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારના કોર્પોરેટરો પણ આજના આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી યોજાઈ

samaysandeshnews

રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામમાં વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા ખબડા પડી જવાને કારણે લોકો ત્રાહિમામ

samaysandeshnews

જામનગરમાં 151માં હાજર કરાયેલો શખ્સ નાશી ગયો…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!