જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામા નાસતા ફરતા આરોપીને ઉપલેટાના મોટી પાનેલી ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ડ્રાઇવ આપવામાં આવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એન ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
દરમ્યાન પોલીસ સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે લાલપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુના નંબર-૦૯૫૫/૨૦૨૨ પ્રોહી.એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ ઇંગ્લીશ દારૂના ગુનામા નાસતો ફરતો આરોપી રીઝવાન અબ્દુલભાઇ જુણેજા ઉ.વ.-૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહેવાસી- મોટી પાનેલી તા.ઉપલેટા જી.રાજકોટ વાળો મોટી પાનેલી ગામે પોતાના રહેણાંકે હાજર છે જેથી તપાસ કરતા આરોપી પોતાના ઘરેથી મળી આવતા પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેડ કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ, મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે