Latest News
“નંદુરબારનો કરુણ અકસ્માતઃ ૩૦ બાળકોને લઈ જતી સ્કૂલ બસ ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એક બાળકનું મોત – સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી” “લીલા નિશાનમાં ચમક્યું શેરબજારઃ રોકાણકારોમાં ખુશીના મોજા, સેન્સેક્સ-નિફ્ટી ઉંચી ઉડાન સાથે ૮૩,૫૦૦ અને ૨૫,૫૬૦ના સ્તરે પહોંચ્યા” “ખેડૂત હિત માટે રાજ્ય સરકારની ઐતિહાસિક પહેલ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી નાંદોલ અને વીરા તલાવડી ગામના ખેડૂતોની વચ્ચે — રૂ. 10,000 કરોડના કૃષિ રાહત પેકેજથી ખેડૂતોમાં નવી આશા” “ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જામનગર જિલ્લામાં આઠ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ — કલેક્ટર કેતન ઠક્કરએ વ્યવસ્થાઓની સમીક્ષા કરી, ખેડૂતોમાં સંતોષની લાગણી” હોયાણા ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ ચલાવતો બોગસ ડોક્ટર પોરબંદર એસ.ઓ.જી.ના જાળમાં! – લોકોના આરોગ્ય સાથે ખેલખલ, દવાઓ અને રોકડ રૂ.૮,૯૦૬નો મુદ્દામાલ જપ્ત જાણો, કારતક વદ છઠ્ઠ – સોમવાર, તા. ૧૦ નવેમ્બરનું રાશિફળ

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે


દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

આ ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

આ કડક કાર્યવાહી પાછળના કારણો:

  • રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.
  • સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
  • લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
  • NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
  • સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
  • મહત્વના ઉદ્યોગો માટે ખતરો: જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.

આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?