જામનગર : ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં જામનગરની રીના સાંગાણીએ રાજયસ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું
જામનગર તા. 28 ફેબ્રુઆરી, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા 2047’ વિષય આધારિત ‘ઢાઈ આખર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત વર્ષ 2022માં તા. 01 જુલાઈથી 30 નવેમ્બર દરમિયાન 18 વર્ષથી વધુ વયજૂથ અને 18 વર્ષથી નીચેના વયજૂથ- આમ બે શ્રેણીમાં આ સ્પર્ધાનું આયોજન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ઉપરોક્ત સ્પર્ધામાં 18 વર્ષથી વધુ વયજૂથ વાળી શ્રેણીમાં જામનગરની રહેવાસી કુ. રીનાબેન કે. સાંગાણીએ સમગ્ર ગુજરાત સર્કલમાંથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીને મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી રૂ. 5000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને, જામનગર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકશ્રીના હસ્તે કુ. રીનાબેન કે. સાંગાણીને ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી મળેલ રૂ. 5000નો રોકડ પુરસ્કાર ચેક, પેન દ્રાઈવ અને ફિલાટેલી કીટ પ્રતીક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.