જામનગર : જામનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરાઇ: જન ઔષધિ કેન્દ્ર દ્વારા હાઇએસ્ટ દવાઓનું વિતરણ કરનારા સ્ટોરધારકોને તેમજ લાભાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયા
મધ્યમવર્ગના લોકો માટે જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદ સમાન : મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ
તંદુરસ્ત ભારતના નિર્માણમાં જન ઔષધિ કેન્દ્રની મહત્વની ભૂમિકા : સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગર તા.૭ માર્ચ, લોકોમાં જેનેરિક દવાઓ વિષે સમજ કેળવાય અને દવાઓ પર વિશ્વાસ બેસે તે હેતુ થી આ વર્ષે જન ઔષધિ દિવસની મુખ્ય થીમ “સારી પણ – સસ્તી પણ” તે મુજબ છે. તેમજ તા.૧ થી તા.૭ માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર શહેરના એમ. પી. શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને ૭ માર્ચના રોજ પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાઈએસ્ટ દવાઓનું વિતરણ કરનારા જન ઔષધિ સેન્ટરના ૩ સ્ટોર ધારકોને તેમજ લાભાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ જન ઔષધિ સ્ટોર સંચાલકો સાથે સંવાદ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમજ લાભાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જન ઔષધિ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લાએ આયુર્વેદ ક્ષેત્રે વિશ્વભરમાં ઓળખ ઊભી કરી છે, ડબલ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થપાવા જઇ રહ્યું છે. જામનગરની મેડિકલ કોલેજમાં ગુજરાતનાં અનેક યુવાઓ અભ્યાસ અર્થે આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ભારતમાં જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે. જ્યાં રાહતદરે દવાઓનું વેચાણ કરવામાં આવે છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળી છે.
સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે લોકો ભરોસાથી જેનરિક દવાઓનો ઉપયોગ કરતાં થયા છે. અને જન ઔષધિ કેન્દ્રો પરથી દવાઓ લે છે. જામનગરના આ કેન્દ્રોનો ચેક કેન્દ્ર સુધી પ્રચાર થઈ રહ્યો છે. આ કેન્દ્રો પર રાહતદરે દવાઓ આપવામાં આવે છે સાથે જ આ દવાઓ ગુણવતાયુક્ત છે. આ સેન્ટરો પર આગામી સમયમાં પણ તમામ પ્રકારની દવાઓ લોકોને મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. મધ્યમ વર્ગના લોકો માટે આ કેન્દ્રો આશીર્વાદ સમાન છે.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં ૧૦ જન ઔષધિ કેન્દ્રો આવેલા છે. જ્યાં અત્યાર સુધી અંદાજે ૯૮ લાખ રૂપિયાની દવાઓનું વેચાણ થયું છે. જેનાથી ૫ કરોડ રૂપિયાની બચત થઈ છે. જન ઔષધિ કેન્દ્રો પર ૧૭૭૯ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ તેમજ ૨૮૦ પ્રકારના સર્જીકલ સાધનો ઉપલબ્ધ છે. તેમજ ૫૦% થી ૯૦% સુધી સસ્તી દવાઓનું વેચાણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા, શ્રી વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ,સાશક પક્ષના નેતા શ્રી કુસુમ પંડયા, કોર્પોરેટરશ્રીઓ, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઇ,ડોકટરો, તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.