Samay Sandesh News
ગુજરાતજામનગરજેતપુરજેતપુરટોપ ન્યૂઝ

Jetpur : ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં જેતપુર નગરપાલિકાના કર્મચારીઓ આજથી હડતાળ પર; કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે.

Jetpur : ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં જેતપુર નગરપાલિકાના કર્મચારીઓ આજથી હડતાળ પર; કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે.ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં ગુજરાત રાજય નગરપાલિકા મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ મળી બંને મહા મંડળોના આદેશ મુજબ જેતપુર નગરપાલિકાના તમામ કર્મચારીઓ આજ થી 21 ઓક્ટોમ્બર સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પાલિકા કચેરીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે.

આ બાબતે નગરપાલિકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પડેલા વર્ષો જુના પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ નહિ આવતાં બંને મહા મંડળોના સમર્થમાં રહી જેતપુર નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાવા સહમતિ આપી છે. કર્મચારીઓના હક્ક માટેની આ લડત હોઈ જેથી આજ એટલે કે 15 ઓક્ટોમ્બરથી  21 સુધી તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે જેથી નગરપાલિકાની તમામ શાખાઓનું કામકાજ બંધ રહેશે. જેવું કે પાણી પુરવઠો, સફાઈ કામગીરી, વીજળી સેવા, તેમજ વહીવટી વિભાગમાં જન્મ મરણના દાખલાઓ સહિત પાલિકા વિસ્તારમાં આવશ્યક સેવાઓ બંધ રહેશે. જેમાં નજીકમાં આવી રહેલા દિવાળી જેવા મોટા તહેવારમાં શહેરીજનોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવશે.

નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મચારીઓ તેઓની રાબેતા મુજબ ફરજ બજાવી શહેરીજનોને સેવાઓ આપવામાં આવી રહી છે. જેના લીધે સમયસર પાણી, લાઈટ, સફાઈ જેવી અનેક પ્રકારની સેવાઓ આપવામાં આવતા શહેરની   આવશ્યક સેવાઓ આપવામાં આવતી હોવાથી ગુજરાત સરકારને આ બાબતે નોંધ લઈ તાત્કાલિક ધોરણે યોગ્ય ન્યાય આપવો જોઇએ તેવું શહેરીજનો પણ ઇચ્છી રહ્યા છે.

 

 

 

Related posts

શંખેશ્વર તાલુકાની વિવિધ કચેરીઓની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા

samaysandeshnews

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

cradmin

જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!