Samay Sandesh News
અન્ય

Kutch: મોટાભાડીયા ગામની દીકરીએ 10મીટર એર પિસ્તોલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં વગાડ્યો ડંકો

Kutch: મોટાભાડીયા ગામની દીકરીએ 10મીટર એર પિસ્તોલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં વગાડ્યો ડંકો: ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશન દ્વારા અમદાવાદ માં Military & Rifle Training Association khanpur ખાતે શૂટિંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો એ ભાગ લીધો હતો આમ ગુજરાત શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં પિસ્તોલ 10 મીટર, 25 મીટર અને 50 મીટર ની રેન્જ સ્પર્ધકો માટે રાખવામાં આવી હતી જેમાં દરેક સ્પર્ધકે પોતાનું કૌશલ્ય દેખાડી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં ચારણકન્યા કુ.ખીમશ્રીબેન ગઢવી એ પોતાની આગવી કૌશલ્યશૈલી થી 10 મીટર એર પિસ્તોલ માં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ચારણ સમાજ તેમજ પરિવારજનો માટે ગૌરવ વધાર્યું હતું.

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી જ રીતે મહિલાઓ એ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ ઉભુ કર્યું છે આમ નારીશક્તિ આગળ આવી છે જેનું ઉમદા ઉદાહરણ ખીમશ્રીબેન ગઢવી નું મૂળ ગામ મોટાભાડીયા છે જેમને મુંદરા રાયફલ એકેડમી માં ટ્રેનિંગ મેળવી અને રાજ્યકક્ષા એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

મુંદરા રાયફલ એકેડમી Owner જીજ્ઞા રાવલે પણ ખીમશ્રીબેન ગઢવી ને ગોલ્ડ મેડલ મેળવ્યો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં ખૂબ મહેનત કરો રાજયકક્ષા ની સફળતા બાદ નેશનલ લેવલ પર શૂટિંગની સ્પર્ધામાં ચેમ્પિયન બનો અનેક મેડલો મેળવો અને કચ્છ ગુજરાત નું ગૌરવ વધારો અને ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે શુભકામનાઓ આપી હતી તેમજ સમાજના આગેવાનો દ્વારા પણ શુભકામનાઓ પાઠવી તેમની સિદ્ધિ ને બિરદાવવામાં આવી હતી

Related posts

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

cradmin

ટેકનોલોજી: Google હવે તમને પ્લે સ્ટોર પર વાંધાજનક AI-જનરેટેડ સામગ્રીની જાણ કરવા દેશે

cradmin

McCarthy partners with Procore for operations management

cradmin

Leave a Comment

error: Content is protected !!