રાજકોટ: ગોંડલના વાળાધરી ગામે શ્રી સીતારામ ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ : રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાનું રૂપિયા 11,11,111/-નું દાન.
ગોંડલ તાલુકાના વાળાધરી ગામે ૐ આનંદી આશ્રમ ખાતે શ્રી સીતારામ ગૌસેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વાળાધરી દ્વારા ગૌસેવક સંતશ્રી રાજુબાપુએ ભ્વ્યાતી ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
શ્રીરામ કથામાં વ્યાસપીઠ પર વક્તા તરીકે શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા કથા રસપાન કરાવી રહ્યા છે.વાળાધરી ગામે વિશાળ શ્રી સીતારામ ગૌશાળા અને રાજકોટ-શાપરમાં અન્નક્ષેત્ર ચલાવતા પરમ પૂજ્ય રાજુબાપુ દ્વારા આયોજિત શ્રીરામ કથામાં ગાયો અને અન્નક્ષેત્રના લાભાર્થે રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભજનીક કિર્તિદાન ગઢવી,લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના કલાકારો સાથે યોજાયેલ આ લોક ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વરસ્યો હતો.
લોકડાયરા ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો,રાજકોટ,શાપરના ઉદ્યોગપતિઓ તેમજ રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના પરિવારજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાના પ્રારંભ સાથે જ પરમ પૂજ્ય સંતશ્રી રાજુબાપુ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય શ્રી મસ્તરામબાપુ તેમજ કલાકારો ઉપર લાખો રૂપિયાનો વરસાદ શરૂ થયો હતો.
રૂપિયાનો આ વરસાદ ડાયરો પૂર્ણ થવા સુધી જોવા મળ્યો હતો.ડાયરામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના પુત્ર અને પૌત્ર સાથે લાખો રૂપિયાની ઘોર કરતા જોવા મળ્યા હતાં ત્યારે તેમની સાથે ખૂદ ડાયરાના કલાકારોએ પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
વાળાધરી ગામે ચાલી રહેલ આ શ્રીરામ કથામાં યોજાયેલ લોક ડાયરામાં ગ્રામજનો,મિત્ર મંડળના સંચાલકો,વિવિધ સમાજના આગેવાનો,ઉદ્યોગપતિઓ,સહિતના લોકોએ ગૌસેવા અને માનવ સેવાના કાર્ય માટે લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.જેમાં રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાના સ્મર્ણાર્થે રૂપિયા 11,11,111/-નું દાન ગૌશાળાને અર્પણ કર્યુ હતું.જેમને લઈને ડાયરામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં જય ગૌમાતાનો નાદ ગુંજી ઉઠવા પામ્યો હતો.
ગૌ સેવાના લાભાર્થે યોજાયેલ આ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જુગલજોડીને યાદ કરીને ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યને પણ પોતાની શૈલીમાં લોકો સમક્ષ રજુ કર્યુ હતું.જેમને લઈને લોકોમાં જયશ્રી રામનો નાદ પણ ગુંજી ઉઠવા પામ્યો હતો.