Samay Sandesh News
ક્રાઇમગુજરાતજુનાગઢટોપ ન્યૂઝશહેર

જૂનાગઢ : માણાવદરના દડવા ગામે સોશ્યલ મીડિયા પર ફસાવી યુવાનને આપઘાત કરવા મજબૂર કરનાર ગેંગના બે ઇસમોને પકડી પાડતી માણાવદર પોલીસ

જૂનાગઢ : માણાવદરના દડવા ગામે સોશ્યલ મીડિયા પર ફસાવી યુવાનને આપઘાત કરવા મજબૂર કરનાર ગેંગના બે ઇસમોને પકડી પાડતી માણાવદર પોલીસ


થોડા દિવસો પહેલા જ જૂનાગઢ જિલ્લાના બાંટવા તાલુકાના દડવા ગામે રહેતા અમિત રાઠોડ નામના યુવાનને સોશ્યલ મીડિયામાં કોલિંગ કરી અજાણી યુવતીએ મિત્રતાની જાળમાં ફસવ્યું.બે ત્રણ દિવસની મિત્રતામાં ચેટિંગ કર્યા બાદ આ અજાણી યુવતીએ અમિત રાઠોડને વિડીયો કોલ કરીને ન્યુડ થવા મજબૂર કર્યો હતો અને આ વીડિયો કોલિંગ નું આ અજાણી યુવતીએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને સોશિયલ મીડિયામાં આ વિડીયો અપલોડ કરી અમિત રાઠોડ ને બદનામ કરવાની ધમકીઓ આપી હતી અને યુવકનો ન્યૂડ વીડિયો બનાવી લીધા બાદ યુવકના ફોન પર મેસેજ અને ફોન આવવાનું શરૂ થયું હતું અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. વીડિયો વાઈરલ ન કરવા બદલ યુવક પાસે પૈસાની માગણી કરવામાં આવતી હતી, જેથી યુવક કટકે કટકે ગૂગલ પે પર રૂપિયા ટ્રાન્સફર કરવા લાગ્યો હતો અને 48,500 રૂપિયા જેવી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી, પરંતુ સામેથી પૈસાની માગણી ચાલુ જ રહી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ત્યારે યુવતી ને પૈસા આપ્યા બાદ દિલ્હીના નકલી પોલીસના એસપી બની યુવાનને યુવતી યુવાન અમિત રાઠોડના કારણે મરી છે તેવું જણાવી તેના પર ફરિયાદ થઈ છે જો આ ફરિયાદ રફેદફે કરવી હોય તો રૂપિયા આપવા પડશે અને નકલી ફરિયાદ મોકલી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા હતા. અનેકવાર ફોન કરીને વધુ પૈસા તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું અમિત રાઠોડને દબાણ કરતાં અંતે આ દબાણને વસ ન થઈ અમિત રાઠોડ એ પોતાની વાડીએ જઈ અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો…

દડવા ગામે થયેલ સેકસ ટોર્સન મામલે જુનાગઢ એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા બાંટવા નજીકના દડવા ગામે સોશ્યલ મીડિયામાં એક યુવાનને અજાણી યુવતી સાથેના ન્યૂડ વિડીયો કોલ આવ્યા બાદ અજાણી યુવતી દ્વારા યુવકને બ્લેકમેલ કરી વારંવાર પૈસાની માગણી કરાતા યુવકે કંટાળી આત્મહત્યા કરી હતી જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ યુવાનને મજબૂર કરનાર બે ઈસમો જેમાં તેલંગાણા ના મનોજ ઉર્ફે સની અને અમરેલીના વિશાલ કાલવિયાને સુરત ખાતેથી પકડી પાડવામાં છે . આ પકડાયેલા ઇસમો ના બેંક ખાતાઓમાં મૃતક યુવક અમિત ચાવડાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જેને આધારે જુનાગઢ પોલીસને ગુનો ઉકેલવાની કડી મળતા બે ઇસમોને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુનામાં હજુ પણ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે .કેટલા લોકોની ગેંગે આ ખોરી કરી રહી છે તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Related posts

આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા શિક્ષણ પરિષદ

samaysandeshnews

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

cradmin

જામનગર : મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!