Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ : મેડીકલ ઓફિસર્સને માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ અપાઈ

રાજકોટ : મેડીકલ ઓફિસર્સને માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ અપાઈ: રાજકોટ  જિલ્‍લા પંચાયત રાજકોટ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નિલેષ રાઠોડ તથા આર.સી.એચ.ઑ.શ્રી ડો.પી.કે.સિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ પ્રા.આ.કે. અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ મેડીકલ ઓફિસરશ્રીઓને પી.ડી.યુ.હોસ્પિટલ રાજકોટના ગાયનોકોલોજિસ્ટ ડો.કમલ ગોસ્વામી દ્વારા “મેટરનલ હેલ્થ” અન્વયે માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ આપવામાં આવી હતી.


માતા અને બાળ મરણ અટકાવવા હેમરેજ, હાઇપરટેન્શન સેપ્ટીસેમિયા,કાડીયોપેથી ,એઇડ્સ,ડેન્ગ્યુ, શોક સિન્ડ્રોમ, ટીબી, એન્ટીનેટલ કેર, બ્લડ સ્ક્રીનિંગ, એચ.બી.-બી.પી મેઝરમેંટ અને જો એચ.બી. ૭% થી ઓછું હોય તો શું કાળજી લેવી અને સારવાર કરવી, વગેરે બાબતો અંગેના કૃષ્ણ આપવામાં આવ્યું હતું. એનીમિયા અને હાઇપરટેન્શન એ માતા અને બાળ મરણનું મુખ્ય કારણ હોય છે. આ તાલીમમાં આ પ્રકારના અગાઉથી જ હાઈરીસ્ક ANCનું લાઇન લિસ્ટ બનાવવામાં આવે તેમજ પહેલેથી જ ટ્રીટમેંટ આપવામાં આવે અને ક્રિટીકલ કેર ડીલેવરી સમયે તેને ક્યા રીફર કરી શકાય વગેરે જેવી બાબતો વિષે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

માતા મરણ અને બાળ મરણ અટકાવવા ડીલેવરી સમયની શરુઆતની પહેલી કલાક એ માતા અને બાળક માટે ગોલ્ડન અવર હોઇ, હાઈરિસ્ક ANCનું ગેપ એનાલિસિસ કરી ડિલીવરી સમયે ગાયોકોલોજિસ્ટ અને પીડીયાટ્રિક ડોકટરની ઉપસ્થિતિ હોય તેવા કેન્દ્રમાં રીફર કરવા અને ક્રિટીકલ સમયે કઈ દવાઓ કેટલી માત્રામાં આપવી તેમજ NON PNEUMATIC ANTI-SHOCK GARMENT(NASG) કીટના ઉપયોગ વિષે તાલીમ આપવામાં આવી હતી.

Related posts

દાંતા ગરીબ પરિવાર એ પોતાની છત ગુમાવી ખુલ્લામાં રહેવા બન્યો મજબૂરી

samaysandeshnews

એક પ્રયત્ન કુપોષણ નાબૂદી તરફ

samaysandeshnews

Crime: ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં બનેલ ખુનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

cradmin

Leave a Comment

error: Content is protected !!