જામનગર : હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણા, રાયડા અને તુવેર ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે બેઠક યોજતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી – કૃષિમંત્રીશ્રી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
માત્ર પરંપરાગત ખેતી પર નભવાને બદલે બાગાયત ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધવા ખેડૂતોને મંત્રીશ્રીનું આહવાન
જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઇ ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે થઈ રહેલ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
મંત્રીશ્રીએ આ તકે જણસની આવક, નોંધણી, ખેડૂતોને ચૂકવાતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ અંગે ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા યાર્ડના પદાધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.ખેડૂતની આવક બમણી કરવા અંગેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત ખેડૂત ભાઈઓને બાગાયત ખેતી અને પશુપાલન તરફ વળવા પણ સૂચન કર્યું હતું.તેઓએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના કુરુક્ષેત્રમાં આવેલ બાગાયતી ખેતરોની મુલાકાત લીધેલ તે અંગેના અનુભવો વિશે ખેડૂતોને માહિતી પૂરી પાડી હતી તેમજ ત્યાં થતી બાગાયતી ખેતીની માહિતી થકી ખેડૂતોને વાકેફ કર્યા હતા.તેમજ માત્ર પરંપરાગત કૃષિ આધારિત ખેતી ઉપર નભવાને બદલે બાગાયતી
ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે
માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન શ્રી જમનભાઈ, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ, ડાયરેક્ટર શ્રી દેવરાજભાઈ, સુરેશભાઈ, દયાલજીભાઈ, તેજુભા જાડેજા, ધીરુભાઈ, પ્રમોદભાઈ, મુકુંદભાઈ સભાયા, વીનુભાઈ ભંડેરી, યાર્ડના સેક્રેટરી શ્રી હિતેશભાઈ પટેલ સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.