Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : ભાવનગર જિલ્લાની પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયાધાર ખાતે લોકાર્પણ કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

ભાવનગર : ભાવનગર જિલ્લાની પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયાધાર ખાતે લોકાર્પણ કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા જે કામોનું ખાતમુર્હુત કરીએ એ કામોનું લોકાર્પણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છેવાડાના લોકો સુધી પાણી પહોંચે એ માટે રાજ્ય સરકાર પાસે અનેક યોજનાકીય આયોજન

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

દેવળીયાધાર ખાતે ભૂગર્ભ ટાંકો, પંપ હાઉસ અને ઊંચી ટાંકી થકી ત્રણ તાલુકાના ગામોને ફોર્સથી પાણી મળશે : ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ


ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ પણ અમે કરવા પ્રતિબદ્ધ છીએ દેવળિયાધાર ખાતે જે ગામોને લાભો મળ્યા છે એ ગામો સિવાય બાકી રહેતા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે અને શુદ્ધ પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવશે. સરદાર સરોવર યોજના, સૌની યોજના, નલ સે જલ જેવી યોજના અંતર્ગત છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળી રહે તેવા આયોજન સાથે કામ કરતી સરકાર છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન થકી પીવાના પાણીની વ્યવસ્થા, ગામતળ ઊંચું લાવવા માટે, ખેડૂતોને કાંપની ફળદ્રુપ માટી મળી રહે તેવી રીતે આ યોજનામાં કામ થઈ રહ્યું છે.

ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ ૩૫ ગામોને લાભ મળશે. દેવળીયાધાર ખાતે ૩.૫૦ લાખ લીટર્સ ક્ષમતાનો નવો ભૂગર્ભ ટાંકો, પંપ હાઉસ, ૧૨ મીટર ઊંચી ટાંકી બનાવવામાં આવી છે જેના થકી આ યોજના હેઠળના ગામડાઓને ફોર્સથી પાણી મળશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્યશ્રી આર. સી. મકવાણા, મુખ્ય ઇજનેરશ્રીમતિ ભારતીબેન મિસ્ત્રી, તળાજા એસ. ડી. એમ. શ્રી વિકાસ રાતડા, વાસ્મોના ઇજનેરશ્રી પી. જી. મકવાણા તેમજ મહંતશ્રી લહેરગીરી બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર : જામજોધપુર માં લેવાઈ રહેલી ધોરણ ૧૨ની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે ઝડપાયો

cradmin

પશુઓનાં ફરજિયાત રજિસ્ટ્રેશનનું જાહેરનામું રદ કરવા માટે માલધારી સમાજની કલેકટરને રજુઆત

samaysandeshnews

“વિકાસ ભી, વિરાસત ભી” : જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

cradmin

Leave a Comment

error: Content is protected !!