Samay Sandesh News
General Newsindiaગુજરાતજામનગરટોપ ન્યૂઝરાજકારણશહેર

Ministry: નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લાના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Ministryમહેસુલ વિભાગ, ડી.આઇ.એલ.આર., માર્ગ અને મકાન, સિંચાઇ, મત્સ્યોદ્યોગ, ક્ષાર અંકુશ સહિતના વિભાગો બેઠકમાં ઉપસ્થિત રહ્યા : જામનગર તા.૦૮ ઓગસ્ટ, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાગરીકોના પ્રશ્નોનુ ત્વરિત નિવારણ આવે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.જે બેઠકમાં મહેસુલ વિભાગ, ડી.આઇ.એલ.આર., માર્ગ અને મકાન, સિંચાઇ, મત્સ્યોદ્યોગ, ક્ષાર અંકુશ સહિતના વિભાગો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

collecter in jamnagar

મંત્રીશ્રીએ આ તકે રોડ પર ડિવાઈડર મુકવા, બિનખેતી થયેલ પ્લોટો માટે અવરજવરના રસ્તાઓ અંગે કાર્યવાહી હાથ ધરવા, જરૂરી ડિવાઈડરો મુકવા, ટ્રાફિક નિવારણ કરવા વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, કમી જાસ્તી પત્રકની વિગતો, સી.સી.રોડના કામો, રસ્તાના પેચવર્કના કામો, સ્ટેટ હાઈવેના અધુરા કામો, હાઈવે પર જંગલ કટીંગનું કામ, રસ્તાના મેટલીંગના કામ, સસોઈ ડેમ કેનાલની બાજુના રસ્તા પર માટી-મોરમ ભરવી, ડેમની કેનાલને કટીંગ

mare news:- વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને આબાદ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ ટીમ…

કેનાલમાં ફેરવવી, ડેમના હેઠવાસમાં પેચીંગનું કામ કરવું, વિજરખી સિંચાઈ યોજનાની કેનાલને ડીપ કેનાલમાં પરીવર્તીત કરવી, કેનાલ પર નવા પુલીયા બનાવવા, પુરસરક્ષણ દિવાલના કામો, ડેમ તથા તળાવો ઊંડા ઊતારવા, બાલાચડી દરીયાનો પાળો બાંધવો, ખીરી ગામે આવેલ બંધારાની ૨ ફુટ ઉંચાઈ વધારાવી, બંધારા યોજનાના પાળા રીપેર કરવા, નવા ચેકડેમ રીપેર કરવા,ચેકડેમ તથા તળાવ રીપેર કરવા વગેરે જેવી લોકોની રજૂઆતો તથા પ્રશ્નો અંગે લગત અધિકારીશ્રીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રી સ્ટેટ તથા પંચાયત, જી.એસ.આર.ડી.સી. સહિત લગત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેરી માટી, મેરા દેશ અભિયાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ

Related posts

ક્રાઇમ: મહિલાએ દિવસોની પુત્રીને મુંબઈના 14મા માળેથી ફેંકી દીધી, હત્યાનો આરોપ

cradmin

જામનગર : જામનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરાઇ

samaysandeshnews

કચ્છ : જી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી

cradmin

Leave a Comment

error: Content is protected !!