Corona: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જી.જી.હોસ્પિટલના તમામ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી કોવિડ અંગેની તૈયારીઓ તથા વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી: કોવિડ અંગે જરૂરી દવાઓ
તથા સાધન સામગ્રી સાથે આગોતરું આયોજન હાથ ધરવા સૂચન કરતાં મંત્રીશ્રી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શહેરની ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ ખાતે તમામ આરોગ્ય વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અંતર્ગત હાથ ધરાયેલ આયોજનો તથા પૂર્વ તૈયારીઓ તેમજ હોસ્પિટલની વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
બેઠકમાં મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ઓક્સિજન, આઇ.સી.યુ. તથા આઈ.સી.સી.યુ., ડાયાલિસિસ યુનિટ, ઓપીડી, સ્ટાફની સંખ્યા, સોનોગ્રાફી, એમ.આર.આઈ તથા એક્સરે મશીનની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ સુવિધા, કેન્સર વિભાગ, સુપર સ્પેશિયાલિટી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, સર્જરી વિભાગ તથા બાળકોની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ વગેરેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Read more:- કતારગામમાં લાખોના હીરાની લૂંટમાં માસ્ટર માઇન્ડ સહિત ભાવનગરના પાંચ ઝડપાયા…
મંત્રીશ્રીએ આ તકે જી.જી. હોસ્પિટલ દ્વારા ગત વર્ષોમાં કોરોના દરમિયાન કરાયેલ રાત દિવસની કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આગામી સમયમાં જો કોરોનાના કેસો જોવા મળશે તો રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા તમામ સુવિધાઓ તથા સહકાર પૂરો પાડવામાં આવશે. લોકોની સહૃદયતાથી સેવા સુશ્રુષ કરવા તેમજ દર્દીઓને પૂરી રીતે મદદરૂપ થઈ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા મંત્રીશ્રી તથા ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો તેમજ કોવિડ અંગે જરૂરી દવાઓ તથા સાધન સામગ્રી સાથે આગોતરું આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું.
બેઠકમાં વિવિધ વિભાગોના વડાઓ દ્વારા કરાયેલ સૂચનો તથા રજૂઆતો મંત્રીશ્રીએ સાંભળી હતી અને સરકારમાં આ રજૂઆતો પહોંચાડવા અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
બેઠકમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરના ડીન શ્રી નંદિની દેસાઈ, કોવિડ નોડલ ઓફિસર શ્રી ડો.એસ.એસ. ચેટરજી, સાઇકિયાટ્રિસ્ટ વિભાગના વડા શ્રી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો. દીપક તિવારી, બાળરોગ વિભાગના વડા શ્રી ડો. ભદ્રેશ વ્યાસ, પેથોલોજી વિભાગના વડા શ્રી ડો. વિજય પોપટ, મેડિસિન વિભાગના વડા શ્રી ડો. મનીષ મહેતા, સ્ત્રી રોગ વિભાગના વડા શ્રી ડો. નંદિની આનંદ, પલ્મનરી મેડિસિન વિભાગના વડા શ્રી ડો. ઇવા ચેટ્ટરજી, એનેટોમી વિભાગના વડા શ્રી ડો. મિત્તલ પટેલ, ફાર્મોકોલોજી વિભાગના વડા શ્રી ડો. હિરેન ત્રિવેદી, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના વડા શ્રી ડો. દીપેશ પરમાર, માઈક્રોબાયોલોજી વિભાગના વડા શ્રી ડો. હિતેશ સિંગાળા, ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા શ્રી ડો. રાહુલ મહેતા, રેડિયોથેરેપી વિભાગના વડા શ્રી ડો. પ્રકાશ મકવાણા, સર્જરી વિભાગના વડા શ્રી ડો. કેતન મહેતા, એનેસ્થેશિયા વિભાગના વડા શ્રી ડો. વંદના ત્રિવેદી, ઓર્થોપેડિકસ વિભાગના વડા શ્રી ડો. વિજય સાતા, રેડિયોલોજી વિભાગના વડા શ્રી ડો. હિરલ પારેખ, સ્કિન વિભાગના વડા શ્રી ડો. વોરા, ઓપથાલમોજી વિભાગના વડાશ્રી ડો. દેવદત્ત ગોહિલ, ઈ.એન.ટી. વિભાગના વડાશ્રી ડો. હિરલ મોદી તેમજ અન્ય તબીબી અધિકારીશ્રીઓ તેમજ આગેવાનો શ્રી વિમલભાઈ કગથરા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહયા હતા.