Ministry : આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી હરીપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, જામનગર તા.૦૭ ઓકટોબર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓકટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતેપધારનાર છે.
જેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાંગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.૧૭૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૦ મેગાવોટ સોલારપી.વી.(ફોટોવોલ્ટીક) પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ૪૦ મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.
Read Also : જામનગરના શ્રી પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું
એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સુર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના થકી પ્રતિ વર્ષ ૧૦૫.૭૬૫ મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. અને સાથે જ ૮૪.૬૧ મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
1 comment
12 000 000 messages to the whole world – new marketing tool for your company.
Steps to get it:
1. Go to website https://search-any-web.com
2. Register and login
3. Do search and press “Send Messages”
4. Sit back and relax, we will do the rest and send you report
We have hudge database – more than 80 mil. websites. If you need something more – contact via email [email protected]
Some screens – https://postimg.cc/gallery/2zhrCvt