Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Ministry : બે જગ્યા વેચાઈ હજી કેટલી જગ્યા વેચવાની બાકી છે ??

Ministry : બે જગ્યા વેચાઈ હજી કેટલી જગ્યા વેચવાની બાકી છે : જામનગર મહાનગરપાલિકા આવક ના સ્ત્રોતમાં કાયમ નબળી પુરવાર થાય છે એટલે થોડા થોડા સમયે ખાલી તિજોરી ભરવા જમીન વેચી આવક વધારે છે તેમ ગઈ કાલે વધુ એક જમીન વેચી રૂ. સવા કરોડની આવક કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.

જામનગર મહાનગરપાલિકા આવકનાં સ્ર્તોત વિકસવામાં કાયમ નબળી પુરવાર થઇ. આ ઉપરાંત વેરાઓ વસુલાતની કામગીરી અને કાર્યવાહી લંગડાતી ચાલતી રહેતી  હોયજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અવારનવાર પગાર કરવાના સાંધા અનુભવતી હોય છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાલી તિજોરી ભરવા થોડા થોડા સમયે શહેરમાં પોતાના હસ્તકની લાગણી જમીનો લગતા વાગ્દતા ઓને વેચવા મજબૂરી અનુભવે છે જેને પરિણામે શહેરમાં કોર્પોરેશનહસ્તકની જમીનોની સંખ્યા અને કુલ ક્ષેત્રફ્ળ  ઘટી રહ્યાં છે. દિવસે દિવસે કોર્પોરેશન વધુ નાણાંખેંચ અનુભવી રહયુ હોઈ , કિંમતી જમીનો પધરાવી ગુજારો કરી રહી છે.

 

કાલે શુક્રવારે જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વધુ એક જમીન વેચી રૂ. સવા કરોડની  આવક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જમીન પોલીસ હેડ ક્વાર્ટર પાછળનાં, એક જાણીતી સ્કૂલવાળા ધમધમતાં રોડ પર પ્રાઈમ લોકેશન હોવાનું જાણવા મળ્યું છે. આ રોડ પર ઘણાં વૌભવી બંગલાઓ પણ છે.

 

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એજન્ડા આઈટમ નંબર ૯ માં જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નંબર ૧ નાં અંતિમ ખંડ નંબર ૯૭ પૈકીની ૯૨૯.૦૩ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન રૂ. ૪૨૬ લાખમાં શહેરની ચાર્ટર્ડ એકાઉન્ટની સંસ્થા ICAI ને વેચાણથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આશરે ૧૦૦૦ ચો.મી જેવડો આ પ્લોટ શહેરનાં પ્રાઈમ લોકેશન પૈકીનો એક હોવાંનું સૌ જાણે છે. અત્રે નોંધનીય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની આ સંસ્થાની હાલની ઓફિસ પણ આ જ વિસ્તારમાં છે. જેથી તેઓને આ જમીન ખુબ જ બંધબેસતી જગ્યા છે

 

Related posts

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકના પી આઇ જલુ સાહેબ પર હુમલો હાથમા ફ્રેક્ચર

samaysandeshnews

સેતાલુસ ગામના ઉપસરપંચ લક્ષ્મીબેન ખટાવરાને આજની બજેટની મિટિંગમાં ન બેસવા દેવામાં આવતા ઉગ્ર વિરોધ દર્શાવ્યો,

samaysandeshnews

ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!