Ministry : જામનગરનાં નાઘેડી સોસાયટી વિસ્તારના તમામ ઘરોમાં પાણી પહોંચ્યું : તા.૦૮ ઓકટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના લાખાબાવળ ગામે જૂના પાદર વિસ્તારમાં રૂ.૫ લાખના ખર્ચે આશાપુરા મંદિર પાસે નિર્માણ પામનાર પેવર બ્લોક તેમજ આંગણવાડીના કમ્પાઉન્ડ વોલના કાર્યોનું ખાતમુર્હૂત કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં વિકાસના કામો થવા એ રોજીંદી પ્રક્રિયા છે.
જામનગર જિલ્લાના તમામ ગામોમાં મહત્તમ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તમામ લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.કાર્યક્રમમાં ઉપસરપંચશ્રી જયદીપસિંહ જાડેજા, ગ્રામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વાસ્મો દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦% નળ જોડાણની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કરતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રૂ. ૯૭.૬૧ કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના ૧,૪૨,૦૮૪ ઘરોમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગતસફળતાપૂર્વક લક્ષ્યાંક પરિપૂર્ણ માત્ર ૪ મહિનામાં નાઘેડી સોસાયટી વિસ્તારના તમામ ઘરોમાં પાણી પહોંચ્યું.
તા. ૦૮ ઓકટોબર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત હર ઘર જલ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરમાં નળ કનેક્શન મારફતે પાણી પૂરું પાડવાનું લક્ષ્ય રહેલું છે. ગુજરાત સરકાર દ્વારા આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કરેલ છે, ત્યારે સરકારના વિવિધ કાર્યક્રમો હેઠળ વાસ્મો દ્વારા હર ઘર જલ યોજનાને સાકાર કરવા માટે ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવા માટેની કામગીરી વેગવંતી કરવામાં આવી છે.
તે અંતર્ગત જામનગર જિલ્લાના ૬ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોના ઘરો સુધી ૧૦૦% નળ જોડાણની કામગીરી પૂર્ણ થયાની કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નાઘેડી ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ હર ઘર જલ, ગૌરવવંતુ જામનગર જન જનનું સ્વપ્ન થયું સાકાર પુસ્તકનું કૃષિમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગત તારીખ ૦૯-૦૬-૨૦૨૨ના રોજ નાઘેડી સોસાયટી વિસ્તાર માટે રૂ. ૪૪.૫૦ લાખની યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું.