Ministry : PM મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા માટે લોકલ રૂટની બસ ફાળવતા, મુસાફરો રઝળ્યા: સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા કે મંત્રીનું આગમન ગુજરાતમાં થાય છે ત્યારે જે તે પક્ષનું શક્તિ પ્રદર્શન કરવામાં આવે એ તો સ્વાભાવિક છે. આજથી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ અમદાવાદ, જુનાગઢ અને રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જકોટમાં પીએમ નરેન્દ્ર મોદીની જંગી સભ્ય યોજાશે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકઠી કરવા ભાજપ અને વહીવટી તંત્ર ઊંધા માથે થયું છે અને રાજકોટ જિલ્લાના આસપાસના ગામો અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવામાં આવી રહ્યા છે. જેને પગલે મોરબી જિલ્લામાંથી પણ લોકલ રૂટની બસનો ઉપયોગ આ જનમેદની એકઠી કરવાના કાર્યક્રમમાં થઈ રહ્યો છે.
જ્યાં મોટા રૂટ ન બસ લોકોને એકઠા કરવામાં ફાળવવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોરબી ડેપોની 20થી વધુ બસ અને વાંકાનેર ડેપોની 37થી વધુ બસને આ અભિયાનમાં જોડી દેવામાં આવી છે. જેને પગલે લોકલ રૂટની બસમાં મુસાફરી કરતા મુસાફરો રઝળી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે આજે બુધવાર છે અને શાળામાં-કોલેજમાં અભ્યાસ કરતા તથા નોકરી ધંધો કે વ્યવસાય કરતા મોરબીના પ્રજાજનો નિયમિત લોકલ રૂટની બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે આજે અચાનક બસ પીએમ મોદીના કાર્યક્રમમાં ફાળવી દેતા મુસાફરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
