Morbi: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પીએમ મોદીનું આગમન જાણો સંપૂર્ણ અહેવાલ: મોરબી દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવી પહોંચ્યા હતા જેઓ મોરબી પહોંચી સૌપ્રથમ ઘટનાસ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ નિરીક્ષણ કરીને વિવિધ માહિતી મેળવી હતી સાથે જ રેસ્ક્યુ કામગીરી કરનાર ટીમને પણ મળ્યા હતા.
મોરબી દુર્ઘટના સ્થળે પીએમ મોદીએ પહોંચી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી વિગતો મેળવી હતી દુર્ઘટના સર્જાઈ તેના માટે ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે તેની ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત રેક્સ્યું કામગીરી કરનાર આર્મી, નેવીના જવાનોને મળ્યા હતા.
આજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાં ને પગલે પીએમ મોદી સાહેબ મોરબી આવી પહોંચ્યા છે જ્યાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં દાખલ ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા જ્યાંથી નીકળી પીએમ મોદી એસપી કચેરી પહોંચ્યા છે જ્યાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવશે