Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Ministry : જામનગરના શ્રી પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

Ministry : જામનગરના શ્રી પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું : જામનગર શિક્ષણ આરોગ્ય ગૌસેવા તેમજ જનસેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના નેજા હેઠળ સેવાકાર્યની સતત સરવાણી વહે છે સાથે સન્માન અને આરાધનાનો સમન્વય પણ કરવામાં આવે છે.

દરેક સુધી સેવા પહોંચે તે માટે દરેક પંથકના આગેવાનો હોદેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા સંસ્થાઓ ગામજનો નગરજનો સહિત સૌ ઉત્સાહ પૂર્વક જીલ્લાની પ્રજાજનો સુધી-જન-જન સુધી સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે, અને ટ્રસ્ટની આ સદભાવનાનો વ્યાપ વધારતા જ રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે વિવિધ ગરબીઓની બાળાઓને મક્તિભાવ પૂર્વક લ્હાણી વિતરણથી સંસદસભ્ય શ્રી પૂનમબેન ના નેજા હેઠળ એક પ્રકારના ભાવપુર્ણ આરાધના યજ્ઞ સમાન કાર્ય સાકાર થયુ હતુ અને બાળાઓ તેમજ ગરબીના આયોજકો એ આ સદકાર્ય ને શક્તિની ભક્તિ સમાન નું ધર્મકાર્ય ગણાવ્યું હતું.

 

દર વર્ષની જેમ નવરાત્રીના પાવન પર્વ નિમિતે માં જગદંબા સ્વરૂપ નાની બાળાઓ જે ગામ નગર શહેરની ગલી, મહોલ્લા તથા સંસ્થાઓની ગરબે રમતી હોય છે તે બાળાઓને પ્રોત્સાહિત કરવા અને ભક્તિમય વાતાવરણ ને આદર આપવા માટે સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પુનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની આશરે ત્રણ હજારથી વધુ ગરબીઓમાં એક લાખ પાત્રીસ હજારથી વધુ બાળાઓને ક્ષણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શક્તિ આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમતી હોય છે તેમને લ્હાણી વિતરણ એ નારી શક્તિનું સન્માન છે તેવા પ્રેરક બળ સાથે સંસદસભ્ય પુનમબેન માડમ એ શક્તિ સ્વરૂપા બાળાઓનુ ભાવસભર સન્માન કર્યું હતું. આ રીતે લ્હાણી વિતરણ. ખરા અર્થમાં પ્રસાદ સમાન વિતરણ સમગ્ર સંસદીય વિસ્તારમાં કર્યું જેમાં સૌ ભાવપુર્વક જોડાયા હતા અને આ ભવ્ય સેવા સન્માન યજ્ઞ ને સફળ બનાવ્યો હતો સાથે સુદ્રઢ આયોજન થી સમગ્ર સંસ્કૃતિ ઉજાગરનો પ્રકલ્પ દીપી ઉઠ્યાન પ્રતિભાવો છેવાડાના ગામ છેવાડાના વિસ્તારમાંથી મળ્યા છે.

Related posts

જામનગર GSRTC ડેપોમાં ડીઝલ નથી

samaysandeshnews

જુનાગઢ : મધુરમ વિસ્તારમાં રોડ પર નડતરરૂપ ઝુપડપટ્ટીઓ દૂર કરાય.

cradmin

જામનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!