જામનગર: પડાણા ખાતે પોષણ માસ અને એનીમિયા મુક્ત ભારત અંતગર્ત કાર્યક્રમો યોજાયો: પોષણમાસ અંતર્ગત યોજાયેલ વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં 60 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. એનીમિયા મુક્ત ભારત અંતર્ગત કિશોરીઓને આયર્ન, ફોલિક એસીડની ગોળીઓ લેવા સમજૂતી અપાઈ.
જામનગર જિલ્લાના પડાણા ગામે આવેલ શ્રીરૂપજી મેઘજી શાહ માધ્યમિક શાળા ખાતે પોષણ માસ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાની ધોરણ ૯-૧૦ની ૬૦ જેટલી વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ એનીમિયા મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત પડાણા આરોગ્ય કેન્દ્રના એમ.પી.એસ બી.એમ.ગોસાઈ , સુનીલભાઈ ગાગીયા અને ડીમ્પલબેન સોંદરવા દ્વારા કિશોરીઓને દર બુધવારે આયર્ન, ફોલિક એસીડની ગોળી લેવા અંગે તેમજ કૃમિનાશક ગોળી દર વર્ષે એક વખત લેવા અંગે સમજાવામાં આવ્યું હતું. કુપોષણને કારણે એનીમિયા વધતો હોવાથી તે અંગે સમજૂતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી પરમાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના ડો. કાજલ નકુમના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા આઈ.સી.ડી.એસ વિભાગના સંકલન સાથે આ કાર્યક્રમમાં
આઈ.સી.ડી.એસ વિભાગના કોર્ડીનેટર હંસાબેન, મુખ્ય સેવિકા ચંદ્રિકાબેન નિમાવત, આંગણવાડી સુપરવાઈઝર, વર્કર તેમજ વિસ્તારના આશા, ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવામાં આવ્યો હતો.