Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નોના નિવારણ માટે જી.એસ.આર.ડી.સી.ના.

જામનગર : જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નોના નિવારણ માટે જી.એસ.આર.ડી.સી.ના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.21, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.એસ.આર.ડી.સી.)ના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મંત્રીશ્રીએ આ તકે જામનગર તાલુકાના મોરકંડા ગામે રોડ પર ડિવાઈડર મુકવા, ધ્રોલ ખાતે બિનખેતી થયેલ પ્લોટો માટે અવરજવરના રસ્તાઓ અંગે કાર્યવાહી હાથ ધરવા, જી.એમ.કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓના માર્ગ પર આવતા અંડર ગ્રાઉન્ડ પુલને વ્યવસ્થિત કરવા, ધ્રોલ રાજકોટ હાઇવે પર જરૂરી ડિવાઈડરો મુકવા, જાંબુડા પાટીયા પાસે અવરજવર થતા વાહનોની સ્પીડ ઓછી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા, જામનગર બાયપાસ પર લાલપુર ચોકડી પાસે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્પેશિયલ સ્પીડ બ્રેકર મુકવા, જામનગરથી સિક્કા વચ્ચે લાખાબાવળના પાટીયા પાસે ડિવાઈડર કાયદેસર કરવા, ધ્રોલ એપીએમસી પાસે ટ્રાફિક નિવારણ કરવા જરૂરી પગલાં લેવા, ભાદરા પાસે બ્રિજનું કામ પૂર્ણ કરવા વગેરે જેવી લોકોની રજૂઆતો તથા પ્રશ્નો અંગે લગત અધિકારીશ્રીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર કાર્યપાલક શ્રી સ્ટેટ તથા પંચાયત, જીએસઆરડીસી ના અધિકારીશ્રીઓ, વિવિધ ગામોના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરત : સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નમાં કરાયું અનોખું દાન

samaysandeshnews

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

samaysandeshnews

જેતપુરના રબારીકા રોડ પર આવેલ લક્ષીતા ડ્રેસીસમાં ચોરી,તસ્કર સીસીટીવીમાં કેદ.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!