આણંદ : શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો: શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા પાંચમ પાટોત્સવ નિમિત્તે પંચાબદી મહોત્સવ ઉજવાયો આ નિમિત્તે વડતાલ ગાદીના આચાર્ય , સંતો તેમજ રાજદ્વારી મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોસ્પિટલ એટ યોર ડોર , હાઈટેક પ્રોસ્થેટીક લિમ્સનું વિતરણ , સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત સહિતના સેવા કાર્યો કરવામાં આવ્યા હતા .
આ પ્રસંગે શ્રીજી ઐશ્વર્ય ધામમાં બિરાજમાન દેવોના અભિષેક પૂજન અન્નકૂટ મહોત્સવની સાથે જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ૫૧ દિવ્યાંગ દીકરીઓના કન્યાદાન કરી સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તથા છેલ્લા પાંચ વર્ષથી ૧૭ ગામોમાં કાર્યરત હોસ્પિટલ એટ યોર ડોર પ્રોજેક્ટને વિસ્તારતા નવા ૧૫ ગામોમાં નૂતન એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . ૨૫ વિધવા ત્યકતા બહેનોને સ્વનિર્ભરતા માટે સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
૨૫૫ જેટલાદિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટીક લિમ્સનું વિતરણ ક ૨ વામાં આવ્યું હતું . પંચાબ્દી મહોત્સવ પ્રસંગે ૧૧૧ બ્રાહ્મણ બટુકોને સમુહ યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા . કોરોના કાળમાં અક્ષરનિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે શાસ્ત્રી સ્વામી પ્રકાશદાસજી હિર અથાણાવાળા ( સારંગપુર ) ના વક્તા પદે ૫૧ સંહિતા પારાયણ તથા શ્રીમદ ભગવત દશમ સ્કંધ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું . પંચાબ્દી મહોત્સવ પ્રસંગે ગોકુલ ધામ શાળાનો એન્યુઅલ – ડે , રાસોત્સવ , હાસ્યરસ સહિતના રાત્રિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા .