પાટણ : ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત એક ઘાયલ.
ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક બુધવારે બપોર ના સુમારે બાઈક અને કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ અકસ્માતની મળતી હકીકત મુજબ હારીજ તરફથી બાઈક લઈને ચાણસ્મા તરફ આવી રહેલા બોરતવાડા ગામના ઠાકોર પ્રેમચંદજી માનસંગજીને ધરમોડા નજીક ચાણસ્મા તરફથી આવી રહેલ કારના ચાલકે જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક ઠાકોર પ્રેમચંદજી માનસંગજી અને બાઈક પાછળ બેઠેલ ચાણસ્મા ની એક મહિલા ને રોડની સાઈડમાં પટકાતા બન્ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 મોબાઈલ વાન મારફતે તાત્કાલિક સારવાર અર્થે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. પરંતુ કમ નસીબ મહિલાનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે બાઈક ચાલક પ્રેમચંદજી ઠાકોરને પગના ભાગે અને પેટ અને અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ જણાતા ચાણસ્માના આરોગ્ય કેન્દ્રના તબિયત દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ માર્ગ અકસ્માતની ઘટનાની જાણ થતા મૃતક મહિલાના પરિવારજનો ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યો હતો. જ્યારે કારચાલક અકસ્માત કરીને પોતાની કાર ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો હતા. ઘટનાની જાણ ચાણસ્મા પોલીસ ને કરાતા પોલીસે આરોગ્ય કેન્દ્ર ચાણસ્મા ખાતે આવીને લાશનું પંચનામું કરી પીએમ કરાવીને લાશ મૃતક મહિલાના પરિવારજનોને સોંપી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.