Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર: મારૂતિ ૮૦૦ કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂઝડપી પાડતી

ભાવનગર: મારૂતિ ૮૦૦ કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ(IMFL)ની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/- સહીત કુલ રૂ.૭૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતીભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. તથા શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો. હેડ કોન્સ. વનરાજભાઈ ખુમાણને ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ અંગે મળેલ માહિતી આધારે જુના બંદર રોડ, વૈશાલી ટોકીજથી આગળ, મેલડીમાતાના મંદિર પાસે, જાહેર રોડ ઉપર થી મારૂતિ ૮૦૦ કારમાંથી નીચે મુજબની ઇંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ. તેનાં વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-અનીલ ઉર્ફે ખુંટીયો હિંમતભાઈ રાઠોડ ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.કનાભાઈની દુકાન પાસે, રામાપિરના મંદિરવાળા ખાંચામાં, પોપટનગર, કરચલીયાપરા, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. મેક ડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન પંજાબ ઓન્લી લખેલ ૭૫૦ M.L ની કાચની કંપની સીલપેક બોટલ નં.૮૪ કિરુ.૨૫,૨૦૦/-
2. સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની ૮૦૦ AC કાર રજી.નંબર- GJ-04-D-5871ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૫,૨૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં વનરાજભાઈ ખુમાણ, રવિરાજસિંહ ગોહીલ, હસમુખભાઈ પરમાર

Related posts

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

samaysandeshnews

Crime: સુરત માં દોઢ વર્ષની માસૂમ બાળકીનાં અપહરણનો ભેદ ખુલ્યો

samaysandeshnews

Tecnology: સુરતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સ્માર્ટ બનાવવાનો પ્રયાસ

cradmin

Leave a Comment

error: Content is protected !!