રાજકોટ : જેતપુર નગરપાલિકામાં પી.ઓ.એસ. મશીનથી ડોર ટુ ડોર ટેકસ કલેક્શન શરૂ કરાયું
જેતપુરના નાગરિકોને નગરપાલિકાનો ટેકસ ભરવા વધુ એક આધુનિક વ્યવસ્થાની સુવિધા પ્રાપ્ત થઇ
રાજકોટ: જેતપુર-નવાગઢ નગરપાલિકામાં વેરા ભરપાઈ કરવા માટે લોકોને વધુ એક આધુનિક વ્યવસ્થા આપવાના ભાગરૂપે નગરપાલિકા તથા કોટક મહિન્દ્રા બેન્કના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત કુમાર વ્યાસના
અધ્યક્ષસ્થાને કોટક મહિન્દ્રા બેન્કના રીજીયોનલ મેનેજરશ્રી નીરવભાઈની ઉપસ્થિતિમાં પી.ઓ.એસ. મશીન દ્વારા ડોર ટુ ડોર ટેક્ષ અને અન્ય વેરાઓ સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ આજે જેતપુર નગર પાલિકા ખાતે કરવામાં આવ્યો હતો,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેતપુર નવાગઢ નગરપાલિકામાં ૧૧-વોર્ડમાં ૧૧- પી.ઓ.એસ.મશીનથી ઘરે-ઘરે જઈને નગરપાલિકાના કર્મચારીઓ ટેક્ષ સ્વીકારે તેવી આધુનિક વ્યવસ્થા જેતપુર શહેરની જનતાને આપવામાં આવી છે, જેમાં જેતપુર નગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં નગરપાલિકાના કર્મચારીઓ લોકોના ઘરે, દુકાને અથવા વ્યવસાયના સ્થળ પર જઈ ટેક્ષ (વેરો) સ્વીકારશે આ સુવિધાથી ટેક્સ ભરવામા લોકોના સમયનો બચાવ થશે.
“પી.ઓ.એસ. મશીન દ્વારા ટેક્ષ કલેક્શન”ના શુભારંભ પ્રસંગે નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરશ્રી ધીમંતકુમાર વ્યાસે જણાવ્યું હતું કે આ સુવિધા ઉપલબ્ધ થવાથી ટેક્સ ભરવા લોકોએ ટેક્સની બારી પર લાઈનમાં ઊભા રહેવું નહીં પડે અને ઓનલાઈન પોર્ટલના સર્વર બાબતે મુશ્કેલીમાંથી પણ મુક્તિ મળશે અને ત્વરિત ટેક્સ ભરપાઈ કરી શકાશે,
નગરપાલિકા પ્રાદેશિક કમિશનર શ્રી ધીમંતકુમાર વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે જેતપુરના લોકોનું જીવનધોરણ મુશ્કેલીરહિત બને તે માટે આધુનિક સુવિધાઓ જેવી કે સીટી બસ સેવા, મોડેલ ફાયર સ્ટેશન, મલ્ટીપલ હોલ જેવી અત્યંત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગેના આયોજનો થઈ રહ્યા છે .
આ પ્રસંગે જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિન ગઢવી, અગ્રણીશ્રી દીપક પટોળીયા, શ્રી કોટક મહિન્દ્રા બેંકના અધિકારી શ્રી રૂપેશ જોષી, શ્રી પૃથ્વીસિંહ (પી. ઓ. એસ. ટીમ )તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી જયસુખભાઈ ગુજરાતી, સદસ્ય શ્રી ગોપાલભાઈ ડોબરીયા, શ્રી રેખાબેન કમાણી, શ્રી ચંદ્રેશભાઇ વિછી શ્રી નિલેશભાઈ વેકરીયા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
પી.ઓ.એસ. મશીનથી ઘરે-ઘરે જઈ ટેક્ષ વેરો સ્વીકારવાના શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર ૬ જેતપુર કણકીયા પ્લોટના રહીશ નાગરિક શ્રી સાકરીયા ગિરધરભાઈ લાખાભાઈએ પી. ઓ. એસ. મશીનથી એ.ટી.એમ. કાર્ડ ઉપયોગ કરી તેના મકાનનો વેરો ભરી ખુશી વ્યક્ત કરી હતી.