ખંભાળિયામાં પ્રાંત અધિકારીશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજી: પારદર્શક લોકતંત્ર માટે ખંભાળિયા તંત્ર સજ્જ, ૪ નવેમ્બરથી શરૂ થશે ઘરો સુધી મતદાર ખરાઈ અભિયાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં લોકતંત્રની જડોને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા “મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬” અંતર્ગત જિલ્લામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયાની શરૂઆતને લઈ પ્રાંત અધિકારીશ્રી તેમજ ૮૧–ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક…