અતિવૃષ્ટિએ ખાધી ખેતીની કમાન, બજારમાં શાકના ભાવ ભડક્યા – વટાણા-ગુવાર ૨૦૦ના કિલો, ભિંડા-દૂધી સેન્ચુરી પાર, ગ્રાહકોના રસોડામાં મોંઘવારીનો તડકો
મુંબઇઃ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતીનું ભારે નુકસાન થતાં શાકભાજીના ભાવમાં આસમાને ચડામણ જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો વરસાદી તબાહીનો શિકાર થયા છે તો બીજી તરફ શહેરોમાં સામાન્ય ગ્રાહકોને દૈનિક ભોજન માટેની જરૂરી વસ્તુઓ ખરીદવામાં તકલીફ પડી રહી છે. નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી જતા ભાવોમાં આકસ્મિક વધારો નોંધાયો છે….