હરીદ્વારના પ્રસિદ્ધ શ્રી મનસા દેવી મંદિરમાં ભીડના કારણે નાસભાગ: 6 ભક્તોના મોત, અનેક ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
હિમાલયની તલહટીમાં વસેલું પવિત્ર હિંદુ તીર્થસ્થળ હરીદ્વાર આજે અત્યંત દુ:ખદ ઘટનાનો સાક્ષી બન્યું, જયાં શ્રી મનસા દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને દઝનેકથી વધુ ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને વડીલ સહિતનાં ભક્તોનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ…