મા કુષ્માંડાનું દિવ્ય સ્વરૂપ : અપરિમિત સર્જનશક્તિ અને સહનશક્તિની આરાધના
મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનામાં ચતુર્થ દિવસ માતાજીના કુષ્માંડા સ્વરૂપને સમર્પિત છે. આ સ્વરૂપમાં માતા માત્ર સર્જનશક્તિનો જ નહીં પરંતુ પોતાની અવિસ્મરણીય સહનશક્તિનો પણ પરિચય આપે છે. નવરાત્રી દરમિયાન જ્યારે ભક્તો પ્રત્યેક દિવસે દેવીના અલગ-અલગ સ્વરૂપોને પૂજે છે, ત્યારે ચોથો દિવસ ખાસ કરીને સર્જન તત્વને ઉજાગર કરે છે. કુષ્માંડાનું અર્થઘટન “કુ” એટલે નાનું, “ઉષ્મા” એટલે…