નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઈન્ડિયાનો ઉડાન સંકલ્પ : દરરોજ ૨૦ ફ્લાઇટ્સ સાથે મુંબઈકર્સ માટે નવી મુસાફરીની તક
મુંબઈ મેટ્રોપોલિટન રીજન માટે લાંબા સમયથી અપેક્ષિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Navi Mumbai International Airport – NMIA) હવે શરૂઆતની લાઇન પર છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને વધારે સુવિધા અને મુસાફરીના વિકલ્પો આપવા માટે એરલાઇન્સ એક પછી એક પોતાની કામગીરીની જાહેરાત કરી રહી છે. એ દરમિયાન એર…