મુંબઈ મહાયુદ્ધ : ઠાકરે ભાઈઓના 60:40 ગઠબંધન ફોર્મ્યુલાથી BJP સામે કિલ્લે કબ્જાની લડાઈ ગરમાઈ
મહારાષ્ટ્રની રાજનીતિમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી હંમેશાં વિશેષ મહત્વ ધરાવે છે. ભારતની આ સૌથી ધનિક નગરપાલિકાની સત્તા કયા પક્ષના હાથમાં જાય છે તેના આધારે રાજ્યની રાજકીય દિશા પણ બદલાય છે. લાંબા સમયથી આ કિલ્લો શિવસેનાના કબજામાં રહ્યો છે, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. એક તરફ ભાજપ મુંબઈના કિલ્લા પર ઝંડો ફરકાવવા માટે સંપૂર્ણ તાકાત…