પોલીસમાં ફરિયાદ: નયારા કંપની નજીક રબારી અને દરબાર સમાજ વચ્ચેની જૂની અદાવતને કારણે ટેન્કર ચાલક અને સાથીઓ પર હુમલો, ચાર આરોપીઓ સામે ગુનો..
જામનગર જિલ્લામાં હજુયે જૂની અદાવતોને લઈ સમાજ વચ્ચેના તણાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝાખર ગામ નજીક નયારા રિફાઇનરી તરફ જતા હાઇવે પુલ પાસે એક ગંભીર પ્રકારની મારામારીની ઘટના સામે આવી છે. તા. ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ થયેલા આ ઘટનાને લઈ…