બનાસકાંઠામાં લગ્ન નોંધણીમાં મોટું કૌભાંડ : ગ્રામ પંચાયતના રેકોર્ડમાં 250 લગ્ન એક જ સ્થળ અને એક જ સાક્ષી સાથે નોંધાયા, પાટીદાર આગેવાન વરુણ પટેલે ઉછાળ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
ગુજરાત રાજ્યમાં વારંવાર જુદા-જુદા વિભાગોમાં ભ્રષ્ટાચાર, ગોટાળા અને કૌભાંડો સામે આવતા રહે છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના એક ગ્રામ પંચાયતમાંથી એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે ત્યાં 2021-22 દરમિયાન લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટી ધાંધલી કરવામાં આવી છે. આ મામલાને લઈને પાટીદાર આગેવાન વરુણ પટેલે જાહેર મંચ પરથી ગંભીર આક્ષેપો લગાવતાં સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક…