નરારા બેટ ખાતે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની આગેવાની હેઠળ ભવ્ય ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન-અપ-2025: 340 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત, પર્યાવરણ સંરક્ષણ માટે યુવાનોમાં જાગૃતિનો સંદેશ
જામનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલું વાડીનાર સ્થિત નરારા બેટ, કુદરતી સૌંદર્ય અને જૈવવિવિધતાથી સમૃદ્ધ એવા મરીન નેશનલ પાર્કનો અગત્યનો ભાગ છે. અહીંનું દરિયાઈ પર્યાવરણ માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ મહત્વ ધરાવે છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવતી ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન-અપ (ICC) અભિયાન અંતર્ગત આ વર્ષે પણ ભારતીય…