મુંબઈની લોકલ ટ્રેનોમાં હવે બંધ દરવાજા ફરજિયાત : વર્ષના અંત સુધી સુરક્ષિત પ્રવાસ માટે રેલવેનું ઐતિહાસિક પગલું
મુંબઈને ભારતનું હૃદય કહેવાય છે, અને મુંબઈની લોકલ ટ્રેનોને આ શહેરની ધબકારા સાથે સરખાવવામાં આવે છે. દરરોજ 80 લાખથી વધુ લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની હિલચાલને કારણે લોકલ ટ્રેનોને “મુંબઈની લાઈફલાઇન” તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ જ લાઈફલાઇન મુસાફરો માટે ઘણી વાર જોખમરૂપ પણ સાબિત થાય છે. ખાસ કરીને…