ત્રીવેણી નદીના પુલ પરથી ઝંપલાવી યુવતીએ આપઘાત કરતા ભાણવડમાં અરેરાટી: શીતલબેન બેરાની દુખદ ઘટના પાછળ અનેક પ્રશ્નો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં મંગળવારના રોજ બનેલી એક ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ભાણવડની ભૂગોળે આહીર સમાજ પાસે રહેતી માત્ર ૨૨ વર્ષીય અપરણિત યુવતી શીતલબેન નવધણભાઈ બેરાએ ત્રીવેણી નદીના પુલ પરથી ઝંપલાવી આપઘાત કરી લેતા ગામજનો સહિત સમગ્ર સમાજમાં શોક અને અરેરાટી છવાઈ ગઈ છે. યુવતીએ કયા કારણસર જીવનનો અંત…