જામનગરમાં દારૂના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ : પોલીસની રેઇડમાં ₹51,050 નો મુદામાલ કબજે, બે આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો
જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ પોલીસે છેલ્લા કેટલાક મહિનાથી સતત કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ભલે વર્ષો જૂનો હોય, પરંતુ કેટલાક અસામાજિક તત્ત્વો હજુ પણ કાયદાનો ભંગ કરીને નફાની લાલચમાં દારૂનો ગેરકાયદેસર વ્યવસાય ચલાવી રહ્યા છે. પોલીસના સતત ચેકિંગ અભિયાન વચ્ચે તાજેતરમાં જામનગર શહેરમાં વધુ એક મોટો ભાંડો ફૂટ્યો…