“લીલા નિશાનમાં ચમક્યું શેરબજારઃ રોકાણકારોમાં ખુશીના મોજા, સેન્સેક્સ-નિફ્ટી ઉંચી ઉડાન સાથે ૮૩,૫૦૦ અને ૨૫,૫૬૦ના સ્તરે પહોંચ્યા”
મુંબઈઃ આજના દિવસની શરૂઆત ભારતીય શેરબજાર માટે સકારાત્મક રહી. વૈશ્વિક બજારોમાં સુધારાની લહેર અને આંતરિક આર્થિક પરિસ્થિતિમાં સ્થિરતા વચ્ચે રોકાણકારોના મનોબળમાં વધારો નોંધાયો છે. સવારે ૯.૧૫ વાગ્યે ખુલેલા શેરબજારમાં શરૂઆતથી જ ખરીદારીનું મોજું જોવા મળ્યું હતું. બીએસઈનો સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩,૫૦૦ના સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી પણ ૮૦ પોઈન્ટ વધી ૨૫,૫૬૦ના…