લાલપુરના સીંગચગામમાં રંગે હાથ પકડાયો જુગારનો અડ્ડો — LCBની ધમાકેદાર રેડમાં 12 જુગારીઓ ઝડપાયા, રૂ. 3.87 લાખનો મુદામાલ કબ્જે
લાલપુર તાલુકાના સીંગચગામમાં જુગારના ધંધાનો અખાડો ગરમાયો હતો. ગામના રહેણાંક મકાનમાં ચાલતા આ જુગારના ગેરકાયદે ધંધા અંગે ગુપ્ત માહિતીના આધારે જામનગર જિલ્લા એલ.સી.બી. (L.C.B.)ની ટીમે અચાનક દરોડો પાડતા હાહાકાર મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. ૧,૧૭,૨૦૦/-, મોબાઇલ ફોન, મોટરસાયકલ અને ગંજીપતાના પાના મળી કુલ રૂ. ૩,૮૭,૮૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ રેડમાં કુલ…