જેતપુરમાં વિરાટ વાજપેય મહા સોમયજ્ઞની જ્વાલામાં યજ્ઞનારાયણ ભગવાનના દિવ્ય દર્શન: વૈષ્ણવોમાં ભક્તિની લહેર, ૩૦ ફૂટ અગ્નિ જ્વાલાએ સર્જ્યો અલૌકિક નઝારો
જેતપુર શહેર ધર્મભક્તિની અદ્ભુત લહેરમાં તરબોળ થયું છે. શહેરમાં ચાલી રહેલા શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞના ત્રીજા દિવસે અદભુત અને અલૌકિક દૃશ્યના સાક્ષી બનવા હજારો વૈષ્ણવો અને ભક્તો ઉમટી પડ્યા હતા. સોમયજ્ઞની જ્વાલામાં પ્રગટ થયેલા યજ્ઞનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થતા સમગ્ર યજ્ઞશાળા અને આસપાસનો વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ધબકતો જણાયો હતો. આ મહાસોમયજ્ઞ પ.પૂ. ૧૦૦૮ શ્રી…