વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ બે લાખથી વધુ ખેલાડીઓની ભાગીદારીથી ખેલોત્સવ બન્યો ઐતિહાસિક
જામનગર:જામનગર શહેરના પ્રખ્યાત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ અત્યંત ભવ્ય, ઉત્સાહભર્યા અને ગૌરવસભર માહોલમાં યોજાયો હતો. આ સમારોહની વિશેષતા એ રહી કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કાર્યક્રમ સાથે જોડાયા હતા. વડાપ્રધાનની ઉપસ્થિતિએ ખેલાડીઓ, આયોજકો તેમજ ઉપસ્થિત નાગરિકોમાં વિશેષ ઉલ્લાસ અને ગર્વની લાગણી જગાવી હતી. સાંસદ પૂનમબેન માડમની આગેવાનીમાં…